મુંબઇ પરિસરમાં મિલોના એરીયા તરીકે જાણીતું સ્થળ એટલે લાલબાગ. છેલ્લાં અમુક વર્ષોમાં કાળક્રમે મિલો દૂર થતી ગઇ અને ખાલી જગ્યાઓ પર ઉંચા ટાવરો બનવા લાગ્યા અને જૈન સમાજ બહોળા પ્રમાણમાં અહીં વસવાટ કરવા લાગ્યો છે. લાલબાગ ધર્મનગરી તરીકે પ્રખ્યાત છે અને આવા આ ધર્મનગરીમાં મહાજનશ્રીનું શતાબ્દિના આરે ઊભેલા શ્રી સુવિધીનાથ જિનાલય જૈનોની આસ્થા સમાન સ્થાન બની રહયું છે.
સુંદર કલાકારી, ચીત્રકલા અને દેરાસરજીનું સુશોભન તથા જરૂરી સમારકામ છેલ્લાં વર્ષોમાં ખુબજ સુંદર રીતે થયેલ છે અને આ એક નયનરમ્ય જિનાલય દર્શનીય બન્યું છે.
દેરાસરજીમાં અનેક ધાર્મીક અનુષ્ઠાનો,પ્રતિવર્ષ ચાર્તુમાસ, વિવિધ ધર્મ આરાધનાઓ અહી લાલબાગ સમિતિના નેતૃત્વમાં થાય છે.
લાલબાગ દેરાસરવાડીમાં અત્યાધુનીક આકર્ષક બેન્કવેટ હોલ આવેલ છે. ૨૫૦ જણની કેપેસીટી ધરાવતો અત્યાધુનીક એસી હોલનો સમાજ સુંદર લાભ લઇ રહ્રયો છે.