Phone: +91223475133 | +91223455464 | Email: shricvodjainmahajan@gmail.com

Previous slide
Next slide

Welcome to C.V.O.D Jain Mahajan, Mumbai

શ્રી કચ્છી વિસા ઓસવાળ જૈન જ્ઞાતિજનોના વડિલો લગભગ ઇ.સ.૧૮૫૦ પછી મુંબઇમાં આવ્યા એવી એક સંભાવના છે. દક્ષિણ મુંબઇમાં મસજીદ બંદર, ભાતબજાર, ચીંચબંદર, વડગાદી વગેરે વિસ્તારમાં તેમનો વ્યવસાય અને રહેઠાણ રહયાં. ધીરે ધીરે સંગઠનની પ્રક્રીયા શરૂ થઈ. વિ.સં.૧૯૧૪માં ભાતબજાર ફૂવારા સામે આદેશ્વર ભગવાનનું જિનાલય નિર્માયું અને એજ સ્થળેથી મહાજનશ્રીની પ્રવૃતિઓનો આરંભ થયો.

દેરાવાસી મહાજનની પ્રવૃતિઓનો વ્યાપ મુખ્યત્વે ધાર્મીક,સામાજીક અને શૈક્ષણીક ક્ષેત્રે નોંધપાત્ર રીતે વીસ્તર્યો છે. ધર્મ અને માનવમૂલ્યોનો પ્રચાર કરવો,સામાજિક રીત રીવાજોમાં સમાજને યોગ્ય દોરવણી આપવી, લોકોનું સામાજીક અને આર્થીક જીવન ઉંચુ આવે તથા તેમનું સમાન્યરીતે કલ્યાણ થાય એવી પ્રવૃતિઓ કરવી, કરાવવી કે અનુમોદનાના સથવારે સમાજના ઊત્કર્ષ માટે કાર્યશીલ મહાજન પિતાના કર્તવ્યથી સમાાજીક કાર્યો સંપુર્ણ રીતે કરી રહયું છે.