Phone: +91223475133 | +91223455464 | Email: shricvodjainmahajan@gmail.com

History

છેલ્લાં બે સેકડાની સોનેરી સફર

શ્રી કચ્છી વિસા ઓસવાળ જૈન જ્ઞાતિજનોના વડિલો લગભગ ઇ.સ.૧૮૫૦ પછી મુંબઇમાં આવ્યા એવી એક સંભાવના છે. દક્ષિણ મુંબઇમાં મસજીદ બંદર, ભાતબજાર, ચીંચબંદર, વડગાદી વગેરે વિસ્તારમાં તેમનો વ્યવસાય અને રહેઠાણ રહયાં. ધીરે ધીરે સંગઠનની પ્રક્રીયા શરૂ થઈ. વિ.સં.૧૯૧૪માં ભાતબજાર ફૂવારા સામે આદેશ્વર ભગવાનનું જિનાલય નિર્માયું અને એજ સ્થળેથી મહાજનશ્રીની પ્રવૃતિઓનો આરંભ થયો. એ સમયે ન્યાત એક જ હતી. સમયાંતરે વિસ્તાર, વ્યાપ અને વસ્તી વધી અને શ્રી કચ્છી વિસા ઓસવાળ દેરાવાસી જૈન મહાજન મુંબઇએ પણ પોતાની પ્રવૃતિઓનો વ્યાપ વધાર્યો.

દેરાવાસી મહાજનની પ્રવૃતિઓનો વ્યાપ મુખ્યત્વે ધાર્મીક,સામાજીક અને શૈક્ષણીક ક્ષેત્રે નોંધપાત્ર રીતે વીસ્તર્યો છે. ધર્મ અને માનવમૂલ્યોનો પ્રચાર કરવો,સામાજિક રીત રીવાજોમાં સમાજને યોગ્ય દોરવણી આપવી, લોકોનું સામાજીક અને આર્થીક જીવન ઉંચુ આવે તથા તેમનું સમાન્યરીતે કલ્યાણ થાય એવી પ્રવૃતિઓ કરવી, કરાવવી કે અનુમોદનાના સથવારે સમાજના ઊત્કર્ષ માટે કાર્યશીલ મહાજન પિતાના કર્તવ્યથી સમાાજીક કાર્યો સંપુર્ણ રીતે કરી રહયું છે. બૃહદ મુંબઇના વિશાળ કાર્યક્ષેત્રને જોતા દેરાવાસી મહાજને પણ દુરંદેશી વાપરી પોતાના વિશાળ કાર્યફલકને આવરી લેવા વિવિધ સમિતિઓની રચના કરી તેમને કાર્ય કરવાની સ્વાયતતા આપી પ્રવૃતિઓના માળખાને સુનિયોજીત કરી વ્યાપ વધાર્યો છે. આ સમિતિઓમાં દેરાવાસી મહાજનના ટ્રસ્ટીઓ અને કારોબારી સભ્યો કાર્યરત છે. આ સમગ્ર આયોજન દરમ્યાન મહાજનશ્રીના પદાધીકારીઓ પણ આ સમિતિઓ સાથે રહી વિવિધ તબક્કે જરૂર પડે માર્ગદર્શન પુરૂં પાડતા રહયાં છે. આવો છેલ્લાં દોઢ દાયકાની આ સોનેરી સફરની એક ઝલક માણીયે.

દેરાવાસી મહાજનશ્રી સંચાલિત મિલકતો