ઘાટકોપર સ્થિત શતાબ્દિ પૂર્ણ કરી ચુકેલું તીર્થ સ્વરૂપ શ્રી જિરાવલ્લા પાર્શ્વનાથ જિનાલય અનેકવિધ ધાર્મીક અને સામાજીક પ્રવૃતિઓનું કેન્દ્ર સમાન સ્થળ છે. કચ્છી સમાજ મુખ્યત્વે જયાં વિસ્તર્યો તેમાં ઘાટકોપર શહેર અગ્રસ્થાને ગણાય. આજ સ્થળે જિરાવલ્લા પાર્શ્વનાથ જિનાલય મધે અનેકવિધ ધાર્મીક પ્રવૃતિઓ, અનુષ્ઠાનો, પ્રતિવર્ષ ચાર્તુમાસીક આરાધનાઓ, આયંબીલ ઓળીઓ વી. કાર્યો અહી કેન્દ્ર સ્થાને છે.
ચાર્તુમાસ ઉપરાંત શેષકાળમાં પણ અહી સાધુ સાધ્વીજીભગવંતો નિશ્રા-સ્થિરતાં આપી ધર્મ અને જ્ઞાન આરાધના કરાવી સમાજ ઉત્થાનના કાર્યો કરે છે.
શ્રી ક.વી.ઓ.દે.જૈન મહાજન સંચાલીતા શ્રીમતી સુશીલાબેન દેવચંદ પાસડ (નાગ્રેચા) અતિથિગૃહ આઠ માળના આ મકાનમાં ૨૪ અત્યાધુનિક રૂમો આવેલા છે. જેનોં સમાજ ખુબજ સુંદર લાભ લઇ રહયુ છે.
ઘાટકોપર સ્થીત મહાજનશ્રી સંચાલીત શ્રીમતી સુશીલાબેન દેવચંદ પાસડ (નાગ્રેચા) અતિથીગૃહમાં મેડીકલ સેંટરની શરૂઆત ગત વર્ષ દરમ્યાન કરવામાં આવી છે જે સમાજ માટે એક સુંદર વૈધકી પ્રકાલ્પ બની રહ્યુ છે, વિવિધ રોગોના ૩૦ જેટલા નિષ્ણાત તજજ્ઞો પોતાની સેવા આપી રહ્રયાં છે, નેચરોથેરેપી સેંટર પણ અહીં કાર્યરત છે.