Activities
ખબરપત્રિકા
સંપર્કનો સેતુ સંઘભાવના એજ હેતુ સાર્થક કરતી ખબરપત્રીકા દેરાવાસી મહાજન અને સ્થાનકવાસી મહાજનના સંયુકત પ્રયાસોથી સંપુર્ણ જ્ઞાતિને એક તાંતણે બાંધી રાખેલ છે. સમગ્ર સમાજની ધબકતી નાડ પત્રિકા છેલ્લાં દાયકામાં બહોળા પરિવર્તન સાથે નવા રૂપ ધારણ કરેલ છે તેમજ સમયાંતરે તેમાં જરૂરી સુધારા વધારા થતાં રહે છે.
કેન્દ્રીય મધ્યસ્થ સમિતિ
શ્રી ક.વિ.ઓ.દેરાવાસી જૈન મહાજન,શ્રી ક.વિ.ઓ.સ્થાનકવાસી જેન મહાજન,શ્રી ક.વિ.ઓ.સેવાસમાજ દ્રારા સમાજના સામાજીક કાર્યકરો અને એડવોકેટના સંગાથે આ સમિતિનું ગઠન કરવામાં આવેલ છે લગ્નજીવનમાં થતાં અણબનાવો અને મતભેદોનું સુખરૂપ નિવારણ અને કૌટુંબીક માલ મિલકતના વિવાદોના નિવારણ કાર્ય કરવામાં આવે છે. ઉપરાંત અપરિણીત યુવક યુવતીઓના મેળાવડાનું આયોજન કરી સમાજના એક ગંભીર પ્રશ્ર્નમાં રાહત રૂપ થવામાં સહભાગી થાય છે.
સ્વસ્થસમાજ સમૃધ્ધ સમાજ
શ્રી ક.વિ.ઓ.દેરાવાસી જૈન મહાજન અને શ્રી ક.વિ.ઓ.સ્થાનકવાસી જેન મહાજનના સંયુકત ઉપક્રમે છેલ્લાં વર્ષોમાં સ્વસ્થસમાજ સમૃધ્ધ સમાજના નારા હેઠળ સીનીયર સીટીજન કેમ્પોનું આયોજન મુંબઇના વિવિધ પરાંઓમાં વિના મુલ્ય નિષ્ણાંતોના માર્ગદર્શન હેઠળ કરવામાં આવે છે. ૫૦ વર્ષથી ઉપરના વડીલોએ આ યોજના દ્રારા પોતાની તંદુરસ્તી માટે સભાનતા વિકસાવી યોગ અને કસરતના માધ્યમ દ્રારા નવો આયામ લીધો છે.
મુંબઇના વિવિધ પરાંઓમાં ૧૦૦૦ જેટલાં વડિલોએ આ યોજના હેઠળ ભાગ લીધો છે.જેમાં જ્ઞાતિજનો, ઉદારદિલ દાતાઓ,વિવિધ સંસ્થાઓના પદાદિકારીઓના અવિરત સહયોગ સાંપડેલ છે.જે કારણે સમાજપયોગી પ્રવૃતિઓથી સંસ્થાના કાર્યોને નવો આયામ સાંપડેલ છે.
સમાજના બાળકોના રમગમતના ક્ષેત્રે નિપૂણતા અપાવવા મુંબઇની વિવિધ કલબોમાં ઈન્ટેસીવ ટ્રેનીંગ પ્રોગામ માટે વિવિધ રમતગમતના કોચીંગ વ્યવસ્થાના નિષ્ણાત ટ્રેનરોના સહકારથી કરાયેલ જેમાં રાહતના દરે સમાજના ૮૦૦ બાળકોએ ભાગ લીધેલ.
ભેરપો
શ્રી ક.વિ.ઓ.દેરાવાસી જૈન મહાજન અને શ્રી ક.વિ.ઓ.સ્થાનકવાસી જેન મહાજનના સંયુકત ઉપક્રમે કનેકટ ધ પીપલના નારાને સાર્થક કરવા સમગ્ર મુંબઇને ૧૨ વિભાગોમાં વહેંચી દાતાના સહકારે સમાજમાં નવી ચેતનાનું સંચાર કરતું નવનીત ભેરપો દ્રારા સમાજના બાળકો,યુવાનો અને વડિલોને મંચ આપી વિવિધ રમતો, સાંસ્કૃતિક કાર્યક્રમો દ્રારા પોતાની કળા અને કૌશલ્યને સમાજ સમક્ષ દર્શાવવાની તક પુરી પાડી હતી અને યુવાનોએ સામાજીક વ્યસ્થામાં જોડાવવાનો અનેરો પ્રયત્ન કર્યો હતો.
પહેલ
શ્રી ક.વિ.ઓ.દેરાવાસી જૈન મહાજન અને શ્રી ક.વિ.ઓ.સ્થાનકવાસી જેન મહાજનના સંયુકત ઉપક્રમે સમાજના દિવ્યાંગ બાળકોને પ્લેટફોર્મ પુરં પાડી તેમના એકલતાને દૂર કરી સામાજીક જોડવા અને સ્પે.ટ્રીટમેંટ આપી તેમના માટે વિવિધ રંગારંગ કાર્યક્રમો અને માર્ગધર્સક સેમીનારોનું આયોજન કરવામાં આવેલ જેને દિવ્યાંગ બાળકો, તેમના પરિવારો અને દાતાઓનું અપ્રતિમ સહકાર સાંપડેલ.
રમતગમત
સમાજના વ્યકિતાોને એકત્ર કરી તેમનાંમાં તંદુરસ્તી અને સ્પર્ધાત્મક ગુણો કેળવાય અને તેમની છુુપી પ્રતિભાને બહાર લાવવાના ઉદેશથી વિશાળ પાયા પર રમતગમત સ્પર્ધાઓનું દાતાઓના સહયોગથી કરવામાં આવેલઆ સ્પર્ધામાં લગભગ ૮૭ જેટલા ગામોના ૧૨૦૦૦ રતનવીરોએ પોતાના નામો રજીસ્ટર કરાવેલ. આ રમતગમતને સમાજ તરફથી ઊષ્માભર્યો પ્રતિસાદ સાંપડેલ અને એક અનેરી જાગૃતિ કેળવાયેલ. તદઉપરંત થ્રો બોલ, લગોરી, મેરેથોન જેવી સ્પર્ધાઓમાં પણ સમાજમાં ફીટનેસ અને રમતગમત ક્ષેત્રે જાગૃતી લાવવામાં નિમિતરૂપ બની રહી છે. દરવર્ષે મેરેથોનનું આયોજન દાતાઓના સહયોગે કરવામાં આવે છે.
શ્રી ક.વિ.ઓ.ઊત્કર્ષ સમિતિ
શ્રી ક.વિ.ઓ.દેરાવાસી જૈન મહાજન, શ્રી ક.વિ.ઓ.સ્થાનકવાસી જૈન મહાજન તથા શ્રી ક.વિ.ઓ.સેવાસમાજ દ્રારા સંયુકત પણે વર્ષ ૨૦૦૨માં મુંબઇમાં આવેલા પુર સમયે એક સમિતિની રચના કરવામાં આવી હતી જેમાં આપણા સમાજના અનેક લોકોને એ સમયે સહાય તથા લોન આપવામાં આવી હતી. આ લોનના આવેલ રીફંડમાંથી આપણા સમાજના જરૂરીયાતમંદ લોકોને ઘર લેવા માટે શ્રી ક.વિ.ઓ.ઊત્કર્ષ સમિતિ દ્રારા લોન આપવામાં આવે છે. આજ સુધી અનેક લોકોને નોંધપાત્ર રકમ લોન આપી મુંબઇ જેવી મહાનગરીમાં પોતાનું ઘર લેવા સહાયરૂપ બન્યાનો સંતોષ મેળવ્યો છે.
અન્ય કાર્યો
- ધાર્મીક જાગૃતી અને શિક્ષણ માટે પંચપ્રતિક્રમણ, નવપદતપોનીધી વી.જેવી ધાર્મીક પુસ્તીકઓનું પ્રકાશન મહાજનશ્રી દ્રારા કરવામાં આવ્યું છે.
- પશ્ચિમ મહારાષ્ટ્રમાં આવેલા પુર દરમ્યાન મહાજનશ્રી તરફથી સ્થાનવાસી મહાજન સાથે મળીને માતબર રકમની સહાય લોન સ્વરૂપે પૂરપીડીતો માટે આપવામાં આવી હતી.
- કોરોનાના વિષમકાળ દરમ્યાન મહાજનશ્રી દ્રારા સ્થાનકવાસી મહાજન સાથે સંયુકત રીતે અનાજ વિતરણ, અર્થ સહાય, મેડીકલ સહાય, ઓનલાઇન મેડીકલ હેલ્પ લાઇન, રાહત દરે વિવિધ લેબ ટેસ્ટીંગની સુવીધા તેમજ આ સમય દરમ્યાન માતબર રોકડ રકમ લોન સ્વરૂપે સમાજના નબળા વર્ગના લોકોને ફાળવવામાં આવી હતી.
- કોરોનામાં નુકસાનીમાં મુકાઇ ગયેલા આપણા ધંધા રોજગારને ફરી પાટે ચડાવવા મહાજનશ્રી દ્રારા સ્થાનકવાસી મહાજન સાથે મળીને વેપારી ભાઇઓ માટે બીઝનેસ લોન આપવામાં આવી હતી. દસ કરોડ જેટલી માતબર રકમ લોન સ્વરૂપે આપવામાં આવી છે જે નાના વેપારીઓ માટે સંજીવની સાબીત થઇ છે.
- મહાજનશ્રીના સભાસદોના બાળકો માટે જૈન માઇનોરીટી સર્ટીફીકેટ મેળવવાની વ્યવસ્થા પણ અત્રે મહાજનશ્રીના કાર્યલયામાં કરવામાં આવે છે જેમાં વર્ષે દહાડે હજારોની સંખ્યામાં સભ્યો લાભ લે છે.
- આ ઉપરાંત વિવિધ સેમીનારો જેવા કે ઓબેસીટી અને સ્થૂળતા, ડાયાબીટીસ, મુદ્રા ચીકીત્સા, યોગા વર્ગ, વલ્ડ યોગા ડેનું આયોજન, નેચરોથેરીપી સેમીનાર અને માસીક કેમ્પ, નોટબુક વિતરણ, પબ્લિક ચેરીટેબલ ટ્રસ્ટના કાયદાની સમજણ અંગેના સેમીનાર, જીએસટી સેમીનાર, મેડીકલ ચેકઅપ કેમ્પ વી.જેવા અનેક વિધ આયોજન સમયાંતરે કરવામાં આવે છે અને સમાજ તેને બહોળો પ્રતિસાદ આપી વધાવી લે છે.
- પ્રતિવર્ષ જીવદયા વિવિધ સંસ્થાઓને અનુકુળતા મુજબ ફંડની ફાળવણી કરવામાં આવે છે.
- દેવદ્રવ્યની રકમો પણ સમયાંતરે વિવિધ પ્રકલ્પોમાં ફાળવવામાં આવે છે.
- સમાજના વિવિધ ભગીરથ આયોજનોમાં પણ અનુકુળતા મુજબ અનુદાનની રકમો ફાળવવામાં આવે છે.
- શ્રી ક.વિ.ઓ.દે.જૈન પાઠશાળા ટ્રસ્ટ દ્રારા સંચાલીત શાળાના વિધાર્થીઓને લાખો રૂપિયાની શૈક્ષણીકવૃતિ / અનુદાનો પ્રતિવર્ષ ફાળવવામાં આવે છે. તેમજ સમાજના બાળકોની ટેલેન્ટને બહાર લાવવા સ્પેલ બી જેવા કાર્યક્રમ યોજવામાં આવે છે જેને ખુબજ સુંદર પ્રતિસાદ સમાજ દ્રારા મળી રહે છે. આપણા સમાજમાં નવા એન્ટરપ્રનીએર બનાવવાની ટ્રેનીંગ માટે ખ્ર્જીગ્ર્ઉં સેમીનાર નું આયોજન કરવામાં આવે છે જેને ખુબ જ સુંદર સફળતા મળેલ છે.
- મહાજનશ્રી દ્રારા શક્ષૈણીક ફંડની સ્થાપના સખી દિલ દાતાના સહયોગથી કરવામાં આવી છે. આગામી શૈક્ષણીક વર્ષથી મહાજનશ્રી દ્રારા આપણા સમાજના વિધાર્થીઓને શીક્ષણ માટે પણ અર્થ સહાય આપવામાં આવશે.
- મહાજનશ્રી દ્રારા આગામી સમયગાળા દરમ્યાન મેડીકલ ક્ષેત્રે પણ વિવિધ સેમીનારો હાથ ધરવામાં આવશે જેથી સમાજમાં વૈધકીય ક્ષેત્રે જાગૃતી આવી શકે.