Phone: +91223475133 | +91223455464 | Email: shricvodjainmahajan@gmail.com

પાલીતાણા પરિસર

તીર્થાધીરાજની પાવન ધરા એટલે પાલીતાણા અને આ પાવનધરા પર દેરાવાસી મહાજન અને કચ્છી સમાજનું એક સુપ્રસિધ્ધ સ્થળ એટલે કચ્છી ભવન પાલીતાણા.

જહાજ મંદિર સમા શ્રી આદિનાથ ભગવાનનું અલૌકીક જિનાલય અતિથિગૃહ અને ભોજનશાળા ધરાવતુ આ પરિસરમાં મહાજનશ્રી માટે ગૌરવ સમાન છે.

૨૪ મોટા બ્લોક તેમજ ૩૩ નાના બ્લોક તથા જયા મારુભવનમાં 27 અત્યાધુનિક બ્લોક તથા જયા મારું આરાધના હોલ ધરાવતું અતિથિગૃહ કચ્છી સમાજમાં લોકપ્રીય છે. એરકંડીશન રૂમો, સોલાર સીસ્ટમ તથા દરેક રૂમમાં ગરમ પાણી, વેર્સ્ટન ટોઇલેટ બ્લોક, જનરેટર બેકઅપ વ્યવસ્થા, આર.ઓ.ફીલ્ટર પ્લાન્ટ, લીફટની વ્યવસ્થા અહીં આપવામાં આવી છે.

કચ્છીભવનમાં આવતાં યાત્રીકો માટે પાનબાઇ ભીમશી મોથાળાવાલા ભોજનાલય એક સુંદર પ્રકલ્પ આપણા સમાજ માટે છે. યાત્રીકોનો સંતોષ એજ મહાજનશ્રી માટે ગર્વની વાત છે.

સાધુ સાધ્વીજીની ઊતમ વૈયાવચ્છ ગોચરીપાણીની વ્યવસ્થા આ તીર્થમાં મહાજનશ્રીની આ ભોજનાલયમાં થાય છે. ભોજનાલયના નિભાવફંડમાં પણ દાતાઓએ સુંદર સાથ સહકાર આપી મહાજનશ્રીની આ પ્રવૃતિને વેગવંતી રાખી છે.

Photo Gallery

Kutchi Bhavan, Palitana, Contact Details